કમલેશ મોદી
ફોન નંબર:9265020500
:8320983123
Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
FACEBOOK : https://www.facebook.com/kamleshmodi9999
INSTAGRAM : https://www.instagram.com/kamlesh_modi_morbi/?hl=en
ડાયેટિંગ કરનાર અથવા તો વજન ઉતારવાનો પ્રયત્ન કરનાર દરેક વ્યકિત એક તો માની જ જશે કે કમર અને સાથળ પરની ચરબી ઉતારવી ઘણું મુશ્કેલ કામ છે. પરંતુ આજે અમે તમને એક એવા કંદ વિશે જણાવીશું જે ખાવાથી તમારી કમર પરની ચરબી ઝડપથી ઘટવા લાગશે. કરિના કપૂર ખાનની ડાયેટિશન ઋજુતા દિવેકર સૂરણ ખાવાની તરફેણમાં છે. જાણો સૂરણના ફાયદાઓ વિશે....
બાળકો ઝડપથી ઉછરતા હોય તે ઉંમરમાં તેમને સૂરણ ખવડાવવાથી અનેક ફાયદા થાય છે. આ કારણે તેમના હોર્મોન્સ બૂસ્ટ થાય છે જેના કારણે તમારો બાંધો સુદ્દઢ બને છે હાઇટ વધે છે અને તે સ્ટ્રોંગ બને છે.
પોતાની ઉંમર કરતા મોટા દેખાતા લોકો માટે પણ સૂરણ ફાયદાકારક છે. જે લોકોની ચામડી ઢીલી પડી ગઇ હોય ચહેરા પર ધબ્બા પડી ગયા હોય તેવા લોકોએ નિયમિત સૂરણ ખાવુ જોઇએ. સૂરણમાં ઇસોફ્લાવોનેસ નામનું તત્વ રહેલુ છે જેના કારણે તમારી ત્વચા ટાઇટ અને સ્મૂધ બને છે.
જે લોકોને કમર પર ચરબીના વધુ થર હોય અથવા તો ફાંદ મોટી હોય તેમને સૂરણ ખાવાથી અનેક ફાયદા થાય છે. તમને ઇરિટેબલ લેવલ સિન્ડ્રમ અથવા તો અનિયમિત પાચનતંત્રની તકલીફ હોય તો તમારું પેટ ફૂલી જાય છે. સૂરણને કારણે તમારું પાચનતંત્ર મજબૂત બને છે અને તેમાં રહેલા બેક્ટેરિયા ખોરાકને પચવામાં મદદ કરે છે. આથી કમરનો વધુ ઘેરાવો ધરાવતા અથવા તો ફાંદ ધરાવતા લોકો માટે સૂરણ ખાવું ફાયદાકરક છે.
સૂરણ હૃદય રોગ ડાયાબિટીસ સ્થૂળતા અને કેન્સર જેવા રોગોમાં ફાયદાકારક છે. તેમાં વિટામિન્સ મિનરલ્સ ફાઇબર અને ફાઇટોન્યૂટ્રિયન્ટ્સ રહેલા હોય છે. જેના કારણે આ તમામ રોગોમાં સુધારો જોવા મળે છે.
સુરણમાં ઝિંક પોટેશિયમ સેલેનિયમ ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા હોય છે. તેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે અને શરીરના બહાર કે આંતરિક ભાગમાં સોજા પણ ઘટાડે છે. આયુર્વેદમાં જણાવ્યા મુજબ થાક લાગ્યો હોય બંધ કોષ કે પાઈલ્સની સમસ્યામાં પણ સૂરણ રામબાણ ઇલાજ છે.
કેવી રીતે ખાવું જોઇએ:
વાસ્તવમાં સૂરણ એ આપણુ ફાસ્ટ ફૂડ છે. તેને બાફીને શાક બનાવી ખાઇ શકાય. અથવા તો તેને શેલો ફ્રાય કરીને ખાઇ શકાય છે.