ગુજરાત વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન થયું હતું. કચ્છ સૌરાષ્ટ્ર સહિતની 89 વિધાનસભા બેઠકોના ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા હતા. કચ્છ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પર પણ આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કચ્છના 14 લાખ 28 હજાર મતદારોએ 80 ઉમેદવારોના ભાવિ અંગે પોતાનો નિર્ણય આપ્યો હતો… KU/TV
ભુજ બેઠક પર સરેરાશ કરતા ઉચું મતદાન નોંધાયું હતું. ભુજ બેઠક પર સિટિંગ એમએલએ ડોક્ટર નિમાબેન આચાર્ય અને કોંગ્રેસના ઉમેદવાર આદમબાઈ ચાકી વચ્ચે સીધી ટક્કર છે… KU/TV
ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ચાલતી મતદાન પ્રક્રિયા વખતે રાઉન્ડ મારવા ગયા હતા. તે દરમ્યાન ભાજપના આગેવાનો મતદાન મથક પર જમાવડો કરીને ઉભા હતા. જેથી આમદભાઈ ચાકીએ પોલીસ સ્ટાફ અને પોલીંગ સ્ટાફને વધારાના લોકો મતદાન મથકમાંથી બહાર કાઢવા જણાવ્યું હતું.. KU/TV
ઈવીએમ અને વીવીપેટમાં ખામી સર્જાતા લોકોને લાઈનમાં ઉભા રહીને ધીરજ ધરવી પડી હતી. જેમા જિલ્લા કંટ્રોલરૂમમાં 18 જેટલી ફરિયાદો આવી હતી. તો ભુજ બેઠક પર 15, માંડવીમાં 12, અબડાસામાં 16 અંજારમાં 9, ગાંધીધામમાં 10 તેમજ રાપરમાં 14 જેટલી ઈવીએમ વીવીપેટ ખોટકાયાની ફિયાદો નોંધાઈ હતી.. KU/TV
અબડાસા બેઠક પર ભાજપના છબીલભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજા વચ્ચે ટક્કર છે. અબડાસા, લખપત અને નખત્રાણા એમ કુલ 3 તાલુકાને સમાવતી આ બેઠક.. KU/TV
અબડાસાના કપુરાશીના ચંપાબેન લખાજી મારૂએ ગુજરાતના પ્રથમ મતદાતા તરીકે મતદાન કર્યું હતું. કપુરાશીની મતદાર યાદીમાં પ્રથમ નંબરના મતદાતા એવા ચંપાબેન લખાજી મારૂએ પોતાનો પવિત્ર મત આપ્યો હતો. KU/TV
દિવ્યાંગ મતદારોએ અન્ય મતદારોને પ્રેરણા આપી હતી. શારીરીક રીતે અસક્ષમ હોય તેવા મતદારોએ ઉમળકાભેર મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી.. KU/TV
માંડવી બેઠક પર ધારાસભ્ય તારાચંદ છેડાના બદલે ભાજપાએ આ વખતે વાગડના વિરેન્દ્રસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા છે. તેમની સીધી ટક્કર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલ સાથે થઈ છે… KU/TV
માંડવીમાં જૈન વરરાજાએ પ્રથમ મતદાનની પવિત્ર ફરજ અદા કરીને જાન પ્રસ્થાન કર્યું હતુ. મતદાન કર્યા બાદ વરરાજાએ સૌ નાગરીકો મતદાનની ફરજ અચૂક અદા કરે તેવો સંદેશો આપ્યો હતો… KU/TV
માંડવી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ મતદાન પ્રક્રિયાનું નિરિક્ષણ કરવા નીકળ્યા હતા. ત્યારે તેમને અનેક ઈ.વી.એમ બંધ થઈ જવાની
રજૂઆતો મળી હતી. KU/TV
માંડવીના અગ્રણી અને માજી મુખ્યમંત્રી સુરેશ મહેતાએ માંડવીના બાબાવાડી વિસ્તારમાં મતદાન કર્યું હતું. સવારથી અનેક ઈવીએમની ફરિયાદો આવી હોવાના સુરેશ મહેતાએ આક્ષેપો કર્યા હતા… KU/TV
રાજ્યના સંસદીય સચિવ વાસણભાઈ આહિર જે બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે તેવી અંજાર બેઠક પર 273 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આહિર સમાજની બહોળી વસ્તી ધરાવતા વિસ્તારોવાળી અંજાર બેઠક પર બે આહિર ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે… KU/TV
અંજાર તાલુકાના રતનાલ ગામનો આ છે નદંલાલ છાંગા 32 વર્ષનો આ યુવાન 18 વર્ષનો થયો ત્યારથી તે સારીરીક વિકંલાગતા ભુલીને દરેક લોકશાહી પર્વમાં હોશભેર ભાગ લે છે. કચ્છના આઇકોન તરીકે આ યુવાનની પસંદગી થઇ છે… KU/TV
ગાંધીધામ બેઠકમાં મતદાનનો પ્રવાહ અન્ય બેઠકોના પ્રમાણમાં ધીમો જોવા મળ્યો હતો. ગાંધીધામ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિપુર્ણ મતદાન થયું હતું. પણ કચ્છની અન્ય બેઠકોની તુલનાએ ગાંધીધામ બેઠકના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના મુદ્દે સુસ્ત રહ્યા હતા… KU/TV
રાપરની બેઠક પર ત્રિપાંખીયો જંગ મંડાયો છે..ભાજપના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય પંકજ મહેતાની દાવેદારી સામે કોંગ્રસના મહિલા ઉમેદવાર સંતોકબેન આરેઠીયા અને એનસીપીમાંથી જંપલાવનાર બાબુભાઈ મેઘજી શાહે પડકાર ફેંક્યો છે… KU/TV
ભચાઉના નવચેતન અંધજન મંડળના પ૦ જેટલા દિવ્યાંગોએ પોતાના મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. એચ.ડી.ડી કન્યા વિદ્યાલયનના ભાગ નંબર ૬૧ના પોલિંગ બૂથ પર આ દિવ્યાંગોએ મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.. KU/TV
કચ્છની તમામ બેઠક પર ઉચું મતદાન નોંધાયુ હતુ. આજે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ પોલિંગ સ્ટાફ ઝોનલ ઓફિસર સહિતના અધિકારીઓએ ઈવીએમને સીલ મારીને પુનઃ ભુજની એન્જિનીયરીંગ કોલેજમાં પહોંચતા કર્યા હતા…KU/TV